Rahul Mehta Gandhinagar LsCandidate

પ્રસ્તાવિત મિલકતવેરોના કાયદાનો ટુંક્સાર નીચે મુજબ છે.
.
આમા મુખ્ય ભાગ છે – (૧) છુટ (૨) બાદબાકી (૩) ભરવા પાત્ર વેરો
.
(૧) છુટ --- વ્યક્તિ દીઠ ૨૫૦ ફુટ જમીન, વ્યક્તિ દીઠ ૫૦૦ ફુટ બાંધકામ, વ્યક્તિ દીઠ ૧ એકર ખેતીની જમીન - સુધી મારો પ્રસ્તાવિત મિલકતવેરો શુન્ય રહશે. આમા એક કે અનેક યુનિટ, વ્યવસાયિક કે રહેણાક હોઇ શકે. અને ઉમર ૬૦થી વધારે હોય તો છુટ બે ગણી મળશે.
.
(૨) બાદબાકી --- ભરેલ ઇન્કમટેક્ષ, ભરેલ વિજળી ટેક્ષ, પગારદારોને ચુકવેલ PF, પગારદારોને ચુકવેલ પગારોમાંથી ૦% થી ૨૦% - તે બાદબાકી થશે. આમ જો કોઇની દુકાન હોય અને તે રુ ૨૦૦,૦૦૦ આવકવેરો ચુકવતો હોય, વર્ષે રુ ૧૦૦,૦૦૦ વિજળીવેરો ચુકવતો હોય, પગારદારોને માનો રુ ૧૨૦,૦૦૦ વર્ષે PF ચુકવવતો હોય, તો બાદબાકી (રુ ૨૦૦,૦૦૦ + રુ ૧૦૦,૦૦૦ + રુ ૧૨૦,૦૦૦ ) = રુ ૪૨૦,૦૦૦ થશે. વત્તા , ચુક્વેલ પગારનાં ૦% થી ૧૫% બાદબાકી તરીકે મળી શકે.
.
(૩) વાર્ષિક ભરવાપાત્ર મિલ્કતવેરો --- છુટ બાદની જમીનની જંત્રી / કહેલ કિમત અને બાંધકામની જંત્રી / કહેલ કિમતના ૧% માથી બાદબાકી બાદ - તે ભરવાપાત્ર મિલકત વેરો
આમ, જે વ્યક્તિ જમીનનો ધંધા રહેણાંક માટે ઉપયોગ કરે છે, તેના પર આ મિલકત વેરો નહિવત આવશે. પણ જેની પાસે મોટા પાયે ખાલી જમીન છે, તેના પર જમીનની કિમતના ૧% વેરો આવશે. આથી તેમને જામીન ભાડે આપવી પડશે અથવા વેચવી પડશે. આથી જમીન નાં ભાવ ઘટશે. શહેરો માં જમીન નાં ભાવ ૯૦% સુધી ઘટી શકે છે !!
.
દાખલાઓ
.
(૧) માનો કે એક પરિવારમાં પતિ, પત્ની, બે બાળકો અને એક સીનીયર સિટિઝન માતા કે પિતા છે. તો ૨૫૦*૪ + ૫૦૦ (સિનિયર સિટિઝનની છુટ બે ગણી છે)= ૧૫૦૦ ફુટ શહેરી જમીન અને ૩૦૦૦ ફુટ બાંધકામ, પછી તે એક યુનિટ હોય કે દસ યુનિટ હોય, રહેણાક કે કોમર્સિયલ હોય, તેના પર કોઇ મિલ્કત વેરો નહી આવે. માનો કે ૨૦૦૦ ફુટ જમીન હોય, તો ૫૦૦ ફુટ (જે સસ્તી હોય ) તેના પર , બાદબાકી પછી વેરો આવી શકે, અથવા ન પણ આવે, તે બાદબાકી પર આધાર રાખે છે.
.
(૨) માનો કે એક વ્યક્તિ પાસે તમામ છુટ પછી, ૧૦૦૦ ફુટ જામીન અને ૨૦૦૦ ફુટ બાંધકામ ની દુકાન છે, જેનો જંત્રી ભાવ માનો કે રુ ૪ કરોડ છે. તેના વિજળીનુ વાર્ષિક બિલ રુ ૪૦૦,૦૦૦ છે જેમાં ટેક્ષ આશરે રુ ૨૦૦,૦૦૦ હશે. અને માનો તે ઇન્કમટેક્ષ રુ ૬૦૦,૦૦૦ ભરે છે, અને તેના પગાર દારોનો PF વર્ષે રુ ૨૦૦,૦૦૦ ભરે છે. તો તેને બાદબાકી મળશે = (રુ ૨૦૦,૦૦૦ + રુ ૬૦૦,૦૦૦ + રુ ૨૦૦,૦૦૦ = રુ ૧૦,૦૦,૦૦૦). હવે મિલકત વેરો આવશે ( - રુ ૧૦,૦૦,૦૦૦ + રુ ૪ કરોડ ના ૧%) = ( - રુ ૧૦,૦૦,૦૦૦ + રુ ૪૦૦,૦૦૦) = - રુ ૬૦૦,૦૦૦ અર્થાત ભરવા પાત્ર મિલ્કત વેરો આવશે શુન્ય, અને રુ ૬૦૦,૦૦૦ આવતા વર્ષ ની બાદબાકી માં ઉમેરાઇ જશે. આમ આવતા વર્ષે માનો કે દુકાન સંપુર્ણ ણે બંધ રહે તો વેરો આવશે ( - રુ ૬૦૦,૦૦૦ + રુ ૪ કરોડ ના ૧% ) = - રુ ૨૦૦,૦૦૦, અર્થાત શુન્ય, પણ બાદબાકી ઘટી જશે.
.
(૩a) હવે ગોદરેજના ટ્રસ્ટો પાસે એકલા મુંબઇમાં ૧૩ કરોડ ફુટ જમીન છે. અને આ ખાલી જમીન છે, જેના પર આજે વેરો આપે છે - શુન્ય. આ તમામ જમીન તેમના બાપદાદાઓની મહેનત પરસેવાની કમાણી છે. અંગ્રેજોએ આ જમીન તેમને આપલી, કેમકે તેમણે અંગ્રેજો માટે ઘણી મહેનત કરેલી. હવે તેમા વિજળીવેરો શુન્ય છે, PF લગભગ શુન્ય છે. આમ, મારા પ્રસ્તાવિત કાયદા મુજબ, બાદબાકી શુન્ય થશે. મુંબઇમાં તળિયાનો ભાવ રુ રુ ૪૦૦૦૦ ફુટ લઇયે, તો પણ આ જમીનનો કુલ ભાવ આવે આશરે માત્ર રુ ૫૦૦,૦૦૦ કરોડ. એટલે પ્રસ્તાવિત કાયદા મુજબ તેના પર વેરો આવી શકે - રુ ૫૦૦૦ કરોડ. આ વેરો ચુકવવા તેણે ઓછામાં ઓછી રુ ૨% એટલે ૨૬ લાખ ફુટ જમીન દર વર્ષે વેચવી પડશે. આથી જામીનનાં ભાવ એકજ મહીનામાં ૯૦% ઘટી જશે !!
.
(3b) એમજ અમદાવાદમાં અમુક અંગ્રેજોના ભુતપુર્વ સેવકો પાસે ટ્રસ્ટો છે. તેઓ સારાભાઇ છે કે ખરાબભાઇ છે તેમા ન પડીએ - આપણે માત્ર આજના જમીન પરનાં કરવેરાની વાત પુરતુ સિમીત રાખીયે. તેમની પાસે અંદાજીત ૪૦ લાખ ફુટ માત્ર જમીન અમદાવાદમાં છે - વડોદરામાં બીજી. પછી લાલ રંગના ભાઇએ સમદાવાદમાં કોઇ એજ્યુકેશન માટે સોસાયટી બનાવી છે, જેની પાસે કદાચ બીજા ૩૦ લાખ ફુટ માત્ર છે. ઉપરાંત પશ્ચિમ અમદાવાદમાં SG Highway અને SP Ring Road વચ્ચે એટલી જમીન ખાલી છે , કે ૩ લાખ 2BHK ફ્લેટ બની શકે !! આ બધી જમીન પર વાર્ષિક ૧% વેરો આવશે, એટલે તેમણે આ જમીનનો ઓછમા ઓછો ૨% ભાગ દર વર્ષે વેચવો પડશે, અને આથી માત્ર 1 મહીનામાં અમદાવાદમાં જમીનનો ભાવ આજે છે તેના ૧૦ ભાગ નો થઇ જશે !! જી હા . જે જમીનની કિમત આજે અમદવાદમાં કિમત રૂ.૧૦૦,૦૦૦ વાર છે, તેની કિમત એક મહીનામાં માત્ર રૂ.૧૦,૦૦૦ થઇ જશે !! અને ભાડા પણ ઘટી જશે.
.
જમીનનાં ભાવ ઘટવાથી નવી ફેક્ટ્રિઓ ખુલશે, નવી દુકાનો khlashe, નવી ઓફિસો ખુલશે અને તેનાથી રોજગાર વધશે. અને તેનાથી આવકવેરો વધશે. અને આથી GST સંપુર્ણપણે નાબુદ કરી શકાશે
આ ટુંક વિગતો હતી. પ્રસ્તાવિત કાયદાનું સંપુર્ણ લખાણ tinyurl dot com / RrpWealhTax2 પર જુઓ
.
તો મિલકત વેરો લાવવા અને GST નાબુદ કરવા આપ શુ કરી શકો
જમીનનાં ભાવ ઘટવાથી નવી ફેક્ટ્રિઓ ખુલશે, નવી દુકાનો khlashe, નવી ઓફિસો ખુલશે અને તેનાથી રોજગાર વધશે. અને તેનાથી આવકવેરો વધશે. અને આથી GST સંપુર્ણપણે નાબુદ કરી શકાશે
.
આપ ભારતનાં PMને પોસ્ટકાર્ડ મોકલી શકો છો, જેના પર આપનુ વોટરકાર્ડ નંબર અને નામ હોય (સહીની જરુર નથી) અને એક વાક્ય લખી શકો - #CancelGST #RrpWealthTax. આ ઉપરાંત આપ “@PmoIndia# CancelGST #RrpWealthTax” ટ્વિટ પણ મોક્લાવી શકો. જો કરોડો નાગરીકો આ પોસ્ટકાર્ડ / ટ્વિટ મોકલે, તો મિલકતવેરાનો કાયદો આવવાની અને GST રદ્દ થવાની શક્યતા વધશે.
.
હવે ભારતમાં congress/rss/aap પાર્ટીઓ મિલકતવેરાનાં કાયદાનો વિરોધ કર્યો છે, અને GSTને ટેકો આપ્યો છે. રાઇટ ટુ રિકોલ પાર્ટી માત્ર આ પ્રસ્તાવિત કાયદાને ટેકો આપે છે. આપ જો રાઇટ ટુ રિકોલ પાર્ટીનાં ઉમેદવારોને મત આપો, તો ભારતમાં આ કાયદો આવવાની શક્યતા વધે છે. - જય હિન્દ