Rahul Mehta Gandhinagar LsCandidate
મિલકતવેરાનો કાયદો લાવવો ; GST / ઇવેબિલ સંપૂર્ણપણે ખલાસ કરવો ; વિદેશીઓ / ટ્રસ્ટો / પક્ષોની કરછુટ બંધ કરવી ….
.
(વિડીઓ - tinyurl.com\Rrp003)
.
૨૦૧૭માં અમે વિધાનસભામાં ઉમેદવાર હતા. તે વખતે, અમારી ગુજરાત સમાચરમાં જાહેરાત હતી કે “મિલકતવેરાનો કાયદો લાવી, GST ખતમ કરો, નહીતર GST સહુ નાના ઉદ્યોગકારોને ખતમ કરશે !!” અને આ આજે વાત કેટલી દુખદ રીતે સાચી પડી !! આજે GSTને કારણે અનેક નાના ઉદ્યોગો/વેપારીઓ ખતમ થઇ રહ્યા છે.
.
કેમ?
.
બે મુખ્ય કારણો છે --- (1) invoice mismatch (2) DTSTP . આની વિગતો નિચે મુજબ છે.
.
-----
.
(1) Invoice Mismatch : GSTમાં ખરીદનારે વેચનારને GST આપવાનો છે. અને વેચનારે સરકારમાં ભરવાનો છે. હવે CGST Act ની કલમ-૧૬.૨.c કહે છે, કે જો વેચનાર આ લીધેલ GST ન ભરે (અને ખરીદનાર રેગ્યુલર રજીસ્ટર્ડ હોય)તો ખરીદનારે સરકારને તે રકમ બીજી વાર ફરીથી ભરવી પડશે !! આને “invoice mismatch” પણ કહેવાય છે. આનાથી અનેક નાના વેપારીઓ / ઉદ્યોગકારો અનેક ગ્રાહકો ગુમાવશે !!
.
કઇ રીતે?
.
માનો કે GSTનો દર 20% છે. માનોકે એક શહેરમાં એક વસ્તુ ૧૦૦ નાના વેપારીઓ વેચે છે અને ૧૦ મોટા વેપારીઓ વેચે છે.
.
માનો કે નાના વેપારી (રુ ૧૦૦૦ + રુ ૨૦૦ GST = રુ ૧૨૦૦) માં અને મોટા વેપારીઓ (રુ ૧૦૦૦ + રુ ૨૧૦ GST = રુ ૧૨૬૦) માં વેચે છે.
.
હવે માનો કે એક નાના વેપારીએ નક્કી કર્યુ કે તેને બેઇમાની કરવી છે અને ધંધો સમટવો છે. તો તે વેપારી તે વસ્તુ (રુ ૯૫૦ + રુ ૧૯૦ = રુ ૧૧૪૦ ) માં વેચવાનું જાહેર કરી શકે.
.
અને અનેક લોકો તેની પાસેથી વસ્તુ ખરીદશે.
.
પણ માનોકે તેણે રુ ૧૯૦ GST ન ભરવાનુ નક્કી કર્યુ અને ધંધો સમેટી લિધો.
.
તો તેના રેગ્યુલર રજીસ્ટર્ડ ખરીદનારોને હવે ફરીથી રુ ૧૯૦ સરકારને આપવા પડશે.
.
આમ, ખરીદનારાઓને આ વસ્તુ (રુ ૯૫૦ + રુ ૧૯૦ + રુ ૧૯૦ = રુ ૧૩૩૦) માં પડશે !!
.
આ મોટા વેપારીની વેચાણ કીમત રુ ૧૨૬૦ કરતા વધારે છે.
.
હવે ૧૦૦ માંથી ૯૭થી વધારે નાના વેપારીઓ ઇમાનદાર હશે. પણ દર વર્ષે બે ત્રણ વેપારીઓ ઉઠામણુ કરશે.
.
હવે મોટા વેપારીઓ પાસે ખોટી રીતે કમાવાનાં ઘણા રસ્તા છે. દા.ત. (૧) બેંકમાંથી લોન લેવી અને ના ભરવી (૨) નજીવી રોયલટી પર ખનીજ મેળવી લેવુ (દા.ત. ટાટા પાસે કોલસાની ખાણ છે, જેમાં તે કોલસાની રોયલ્ટી આપે છે - માત્ર એકર દીઠ વર્ષે ૧ રૂપિયો !!) (૩) લાખો સ્કેવર ફીટ બાપદાદાની જમીનો (દા.ત. એકલા ગોદરેજ પાસે એકલા મુંબઈમાં ટ્રસ્ટમાં અંગ્રેજોએ આપેલ ૧૩ કરોડ ફૂટ જમીન છે) (૪) સરકાર પાસેથી નજીવી કિંમતે મેળવી લેવી વગેરે.
.
એટલે મોટા વેપારીઓમાં GST ન ભરવાનું દુષણ નહિવત રહશે.
.
આમ મોટા વેપારીઓમાં આ invoice mismatch ફ્રોડ નહિંવત રહશે.
.
પણ દર વર્ષે ૧૦૦માં થી ૨-૩ નાના વેપારીઓ invoice mismatch નું ફ્રોડ કરશે. અને મોટા વેપારીઓ મીડિયા મારફત કુપ્રચાર પણ કરશે કે તમામ નાના વેપારીઓ ટેક્ષચોર છે. આમ, ૨% ફ્રોડ અને વ્યાપક કુપ્રચારથી અનેક ગ્રાહકો અનેક નાના વેપારીઓ પાસેથી માલ ખરીદવાનું બંધ કરશે. આમ GST થી થતી invoice mismatch સમસ્યાના કારણે અનેક નાના વેપારીઓ / ઉદ્યોગકારો ધંધો ગુમાવશે.
.
----
.
(2) DTSPT - હવે GSTની બીજી મોટી સમસ્યા જોઇએ --- double taxation on small trader problem
.
જો આખી સપ્લાઈ ચેઈનમાં એકપણ અનરજીસ્ટરડ કે કોમ્પોસીટ આવે, તો છેલ્લા ગ્રાહક પર GST ડબલ થાય !! આનો આની દાખલા અને આંકડા સાથે વિગત મેં ઉપર આપી છે. વધારે વિગતો tinyurl dot com / DTSTP3 આપી છે. ઉપરની શીટમાં બે કેસો છે
.
(OM એટલે Original Manufacturer એટલે પ્રથમ ઉત્પાદક)
પહેલા કેસમાં OM -> મોટો વેપારી (large) -> અન્ય મોટો વેપારી (C) -> છેલ્લો ગ્રાહક , ની ચેઇન છે
.
બીજા કેસમાં OM -> નાનો વેપારી (small) -> અન્ય મોટો વેપારી (C) -> છેલ્લો ગ્રાહક , ની ચેઇન છે
.
બન્નેમા કેસોમાં OM રુ ૯૮૦૦ માં વસ્તુ વેચવાની શરુ કરે છે. દરેક વેચનાર રૂ. ૨૦૦ નફો મુકે છે.
.
બન્ને કેસોમાં GSTનો દર ૨૦% છે. પણ પહેલા કેસમાં ગ્રાહકને વસ્તુ રૂ. ૧૨૪૮૦ માં પડે છે, અને સરકાર ને કુલ રૂ. ૨૦૮૦ ટેક્ષ મળે છે જ્યારે બીજા કેસમાં છેલ્લા ગ્રાહકને વસ્તુ રૂ. ૧૪૮૮૦ માં પડે છે.
.
અને સરકાર ને કુલ રૂ. ૪૪૮૦ ટેક્ષ મળે છે !! કેમકે GSTના કાયદામાં, વચ્ચે એક અનરજિસ્ટર્ડ કે કમ્પોસિટ વેચનાર આવે, એટલે ઇન્પુટ ક્રેડિટની ચેઇન ટુટે છે.
.
અને એટલે છેલ્લા ગ્રાહક પર ટેક્ષ ડબલ થાય છે, અને આનાથી તમામ મોટા ઉત્પાદકો તેમની સપ્લાઇ ચેઇનમાંથી નાના ઉત્પાદકો / વેપારીઓને દુર કરશે. અને આમ નાના વેપારીઓ / ઉત્પાદકો ધંધો ગુમાવશે. અમેરિકા કે ચીન કે ભારત -- નાના ઉત્પાદકો વધુ રોજગાર આપતા હોય છે અને લેબરને ખરી ટ્રેઇનિન્ગ પણ નાના ઉત્પાદકો આપતા હોઇ છે. આમ, નાના ઉત્પાદકો ટુટવાથી રોજગાર પણ ઘટશે અને આવનાર લેબરની ગુણવત્તા કથળશે. આ સમસ્યાઓમાંથી નિકળવા સરકારો વધુ ને વધુ સંસાધનો અને કંપનીઓ વિદેશીઓને વેચશે. વિદેશીઓ અને મિશનરીઓનો પ્રભાવ વધારે વધશે. અને અનેક સમસ્યાઓ વધશે.
.
---------------------------
.
તો ઉપાય? મિલક્ત વેરો નાખવો ; GST સંપુર્ણપણે નાબુદ કરવો ; ખનિજ રોયલ્ટી સુધારવી ; વિદેશીઓ / ટ્રસ્ટો / પક્ષોને મળતી કર છુટ બંધ કરવી
.
(see next post ).