Rahul Mehta Gandhinagar LsCandidate

#RtrFso - https://newindia.in/RtrFso
.
નાગરીકો દ્વારા ક્યાં કયા કાર્યો કરવાથી RtrFso યાને ‘રાઈટ ટુ રિકોલ ફૂડ સેફટી ઓફિસર (યાને ખાદ્ય તપાસ અધિકારી)’ નો કાયદો છપાવાની શક્યતાઓ વધી શકે?
-------------------------------------------------------
.
ચેપટરો
(૧) પ્રસ્તાવના
(૨) નાગરીકો માટેના પ્રાથમિક પગલાઓ , અને કારણો
(૩) નાગરીકો માટેના પ્રચારના પગલાઓ , અને કારણો
(૪) કાર્યકારો માટેના પગલાઓ
.
------------------
ચેપ્ટર - ૧ : પ્રસ્તાવના
------------------
.
મારી આ ફેસબુક પોસ્ટ ભારતના તે નાગરીકોને કદ્દાચ કામ આવે, જેઓ ખાવામાં ભેળસેળ ઘટે, તેવા કાયદાઓ લાવવા અમુક કલાકો આપવા તૈયાર છે.
.
આ ફેસબુક પોસ્ટમાં મેં અમુક કાર્યોનું વર્ણન કર્યું છે, જે ભારતના ઈન્ટરનેટ વાપરતા ૧૦ કરોડ નાગારીકો અને ઈન્ટરનેટ ન ધરાવતા ૮૦ કરોડ નાગરીકો લઇ શકે. અને મારી માન્યતા છે, કે જો કરોડો નાગરીકો આ કર્યો કરે, તો ભારતમાં ‘રાઈટ ટુ રિકોલ જીલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારી’નો કાયદો અને ‘ભેળસેળના કેસોમાં જ્યુરી-પ્રથાનો’ કાયદો આવાવાની શક્યાતા વધશે.
.
વર્તમાન ભારતમાં ત્રણ મુખ્ય નેતાઓ છે - સોમોકે એટલે કે સોગા / નામો / આર્કે અર્થાત SoGa / NaMo / ArKe અર્થાત સોનિયાજી, મોદીજી અને અરવિંદભાઈ. મારી માન્યતા મુજબ આ ત્રણે એક જેવા છે. અને ભારતમાં ત્રણ મુખ્ય પાર્ટીઓના કાર્યકરો છે - કોરાપ એટલે કે CoRaAp એટલે કોંગ્રેસ / આરએસએસ / આઆપા એટલે Congress/RSS/AAP. મારી માન્યતા મુજબ આ ત્રણેયના કાર્યકરો એકજ જેવા છે. અને હું ‘ભાજપ’ના સ્થાને ‘આરઆરએસ’ શબ્દ એટલે વાપરુ છું, કેમકે હું ભાજપ અને આરઆરએસને એકજ માનુ છુ. જેમ ઘણા લોકો ગંગાધર અને શક્તિમાનને એકજ વ્યક્તિ માને છે, તેમ હું ભાજપ અને આરઆરએસને એકજ માનુ છુ. અને આ મારી ખાનગી માન્યતા છે – હું આને કોઈ તથ્ય તરીકે રજુ નથી કરી રહ્યો.
.
હવે એક ખાસ નોંધ લેવી – હું જે કાર્યો / પગલાઓ સૂચવુ છું, તે RtrFso યાને ‘રાઈટ ટુ રિકોલ ફૂડ સેફટી ઓફિસર’ યાને ‘નાગરીકો જીલ્લા ખાદ્ય તપાસ અધિકારી બદલી શકે’ તે કાયદો પસાર થવાની શક્યતા વધારે છે. શક્યતા વધારે છે - કોઈ ૧૦૦% ખાત્રી નથી. હું એક દાખલો આપીશ. આપ કોઈ દર્દીને ડોક્ટર પાસે લઇ જાવ, તો કેટલા ડોકટરો દર્દીના ૧૦૦% સાજા થવાની ખાતરી આપે છે? સર્દી/ઉધરસ જેવા સામાન્ય રોગોને બાદ કરતા, કોઈપણ ઈમાનદાર ડોક્ટર ૧૦૦% ખાતરી નહી આપે. અને દર્દીને કેન્સર જેવો રોગ હોઈ તો કોઈપણ ઈમાનદાર ડોક્ટર ૫૦% ખાતરી પણ નહી આપે. આમ , હું જે કાર્યો સૂચવુ છું, તે RtrFso નો કાયદો પસાર થવાની શક્યતા વધારે છે. કોઈ ૧૦૦% ખાત્રી નથી.
.
હું ભેળસેળના મુદ્દા પર અન્ય ૫ લેખો ફેસબુક પર મુકીશ, અને ૨ વિડીઓ youtube પર મુકીશ. એટલે આપને
(૧) આપને https://fb.com/mehtarahulc/media_set?set=a.10155269662571922 ફેસબુક આલબમ ફોલો કરવા વિનંતી છે , અને
(૨) youtube ચેનલ https://youtube.com/RightToRecallGroup ફોલો કરવા વિનંતી છે
.
-------------------------
ચેપ્ટર - ૨ : નાગરીકો માટેના પ્રાથમિક પગલાઓ , અને તે કાર્યો પાછળના હેતુઓ
-------------------------
.
કોઈપણ નાગરીકે કોઈ કાયદો લાવવો હોઈ, તો તે નાગરિકને ઓછામાં ઓછી બે વસ્તુઓની જરૂર પડશે – (૧) કાયદાનું લખાણ અને (૨) પ્રચારની પદ્ધતિઓ
.
એટલે તમામ નાગરીકોને હું નીચેના પ્રાથમિક પગલાઓ લેવા વિનંતી કરીશ. અને તે પગલાઓ પાછળના હેતુઓ અને કારણો પણ મેં આપ્યા છે.
.
આપ સહુને વિનંતી છે કે કાર્યો પાછળના હેતુઓ આ લેખના બીજા વંચાણમાં વાંચવા
.
હવે ૩ પ્રાથમિક કર્યો નીચે મુજબ છે :-
.
.
(કાર્ય - P.1) આપ કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના કાર્યકરોને twitter અને ફેસબુક પર વિનંતી કરો – કે તેઓ ખાવાની વસ્તુઓમાં ભેળસેળ ઘટાડવા માટેના તેમના પ્રસ્તાવિત કાયદાઓના/નીતિઓના લખાણો આપે. અને તમને વિનંતી કરો, કે તેઓ તેમના લખાણો newindia dot in ઉપર મુકે. અને તેઓ ૯૦ કરોડ નાગરિકોએ તે કાયદાઓ લાવવા શું પગલાઓ લેવા, તેની વિગત પણ ફેસબુક પર મુકે.
.
હેતુ : કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના અનેક કાર્યકરોએ મને કહે છે કે ખાવાનામાં ભેળસેળ અટકાવા માટે તેમની પાસે RtrFso કરતા ઘણા સારા ઉપાયો છે. એટલે મારી આપને વિનંતી છે, કે તમે સહુ તેમના પ્રસ્તાવિત ઉપાયો પણ વાંચો
.
.
(કાર્ય - P.2) મેં મારો પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ https://newindia.in/RtrFso ના pdf એટેચમેન્ટમાં મુક્યો છે. આ લખાણ આપ https://fb.com/mehtarahulc/posts/10155273934556922 પર પણ જોઈ શકો છો. તમને આ લખાણ વાંચવા વિનંતી છે.
.
(કાર્ય - P.3) તમને વિનંતી છે કે – આપ જાતે વાંચી, અથવા આપ કોઈ આપના વિશ્વાસુ કાર્યકરના અભિપ્રાયથી, નક્કી કરો કે આ કાયદો લાવવા યોગ્ય છે? કે પછી કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના કાર્યકારો કે નેતાઓ દ્વારા આપેલ કાયદો આપને વધારે યોગ્ય લાગે છે.
.
કારણ : મારું માન્યતા પ્રમાણે, નાગરિકોએ કોઈપણ પ્રસ્તાવિત કાયદાને વાંચ્યા વિના, અથવા વિશ્વાસુ કાર્યકારના અભિપપ્રાય વિના, ટેકો ન આપવો જોઈએ. બને ત્યાં સુધી પ્રસ્તાવિત કાયદાઓના લખાણ જાતે વાંચવા જોઈએ, પણ દરેક નાગરિક દરેક પ્રસ્તાવિત કાયદાને સમયના અભાવે ના વાંચી શકે. કેમકે ભારતમાં સેંકડો સમસ્યાઓ છે, અને હજારો કાર્યકરોએ આ સમસ્યાઓના ઉકલો માટે લાખો પ્રસ્તાવિત કાયદાઓ આપ્યા છે. આ લાખો પ્રસ્તાવિત કાયદાઓ વાંચવા કરોડો કલાકો જોઈએ, જે અશક્ય છે. એટલે કોઈપણ નાગરિક તેના વિશ્વાસુ કાર્યકરના અભિપ્રાય પર વિશ્વાસ રાખે, તેમાં ખોટુ નથી. અને કાર્યકરો પણ કયારેક કાયદો જાતે વાંચે અથવા તેમના નેટવર્કના વિશ્વાસુ કાર્યકરોના અભિપ્રાયથી અભિપ્રાય આપે, તો તેમાં પણ ખોટું નથી. પણ કોઈપણ નાગરીકે જાતે અથવા વિશ્વાસુ કાર્યકરના અભિપ્રાય પછીજ નક્કી કરવું, કે પ્રસ્તાવિત કાયદાને ટેકો આપવો કે નહિ. એટલે આપને વિનંતી છે કે – તમે જાતે વાંચી, અથવા કોઈ તમારા વિશ્વાસુ કાર્યકરના અભિપ્રાયથી, નક્કી કરો કે આ કાયદો લાવવા યોગ્ય છે? કે પછી કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના કાર્યકારો કે નેતાઓ દ્વારા આપેલ કાયદો આપને વધારે યોગ્ય લાગે છે.
.
.
-------------------------
ચેપ્ટર - 3 : નાગરીકો માટેના પ્રચારના પગલાઓ , અને કારણો
-------------------------
.
જો આપને કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના કાર્યકરો દ્વારા આપેલ , ખાવામાં ભેળસેળ ધટાડવા માટેના પ્રસ્તાવિત કાયદાઓ વધારે યોગ્ય લાગતા હોય, તો આપ તેમના દ્વારા આપેલ પ્રચાર માટેના કાર્યો કરી શકો છો
.
જો તમને RtrFso ના પ્રસ્તાવિત કાયાદાનું લખાણ કોંગ્રેસ / આરઆરએસ / આઆપા ના કાર્યકરો દ્વારા આપેલ પ્રસ્તાવિત કાયદાના લખાણ કરતા સારુ કે ઓછું ખરાબ લાગે, તોજ આપને નીચેના પ્રચારના કાર્યો કરવા વિનંતી છે.
.
.
(કાર્ય - C.01) એક પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી અને એક પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને મોકલવું, અને તેમાં ગુજરાતી કે હિન્દી કે અંગ્રેજીમાં લખવું – “ માનનીય પ્રધાનમંત્રી / મુખ્યમંત્રી , https://newindia.in/RtrFso #RtrFso “ અને નીચે આપનો વોટરકાર્ડ નંબર, નામ, મોબાઈલ નંબર, વગેરે લખવું. જો આપ પોસ્ટકાર્ડ ન મોકલી શકતા હોઇ, તો આગળના નીચેના કાર્યોમાં સમય ન બગાડવા વિનંતી છે.
.
કાર્ય પાછળનો હેતુ : જેમ વધુ નાગરીકો પોસ્ટકાર્ડ મોકલશે, તેમ આ કાયદો પસાર થવાની શક્યતા વધશે. અને ભારતમાં ૭૦ કરોડ નાગરીકો છે, જેમની પાસે ઈન્ટરનેટ નથી અથવા whatsapp પણ આવડતું નથી. અને આથી તેઓ પોસ્ટકાર્ડ લખવા સિવાય અન્ય કોઈપણ રીતે આ કાયદા સાથે ‘સાથ’ કે ‘સહમતી’ બતાવી શકે તેમ નથી.
.
(નીચેના કાર્યો માત્ર તેમણે કરવાના છે, જેમની પાસે ઈન્ટરનેટ છે, અથવા તેઓ કોઈ માણસ રાખી શકે જેમને ઈન્ટરનેટ આવડતું હોય, અને જેમને પોસ્ટકાર્ડ મોકલાવી દીધું છે. )
.
------
.
.
(કાર્ય - C.02) – પોસ્ટકાર્ડ મોકલતા પહેલા પોસ્ટકાર્ડને સ્કેન કરી, તેનો ફોટો ફેસબુક પર “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ આલ્બમમાં મુકવો. કૃપયા ખાસ નોંધ લેશો – આ ફોટો આલબમ હોવો જરૂરી છે. અને પોસ્ટકાર્ડનો સ્કેન કે ફોટો સરખો લેવો જેથી ફેસબુકમાં વાંચી શકાય.
.
હેતુ : જેમ વધારે નાગરીકો આ ફોટો તેમના ફેસબુક પર મુકશે, તેમ વધારે નાગરિકોને તેમના આ કાર્ય વિષે અને આ કાયદા વિષે માહિતી મળશે. અને તેમ વધુ નાગરિકો દ્વારા પોસ્ટકાર્ડ મોકલવાની શક્યતાઓ વધશે. અને જેમ વધુ નાગરકો આ પોસ્ટકાર્ડ મોકલાશે, તેમ, આ કાયદો આવવાની શક્યતા વધશે.
.
પોસ્ટકાર્ડનો ફોટો , એક કોઈપણ અગત્યની પોસ્ટ, શા માટે આલબમમાં મુકવી જરૂરી છે? : તમે ફેસબુકમાં અનેક ફોટા / પોસ્ટ વગેરે મુકશો. એટલે જો આ પોસ્ટ આલબમની બહાર હશે, તો થોડા દિવસમાં ઘણી નીચે જતો રહશે. હવે
(૧) માનો આપને આ પોસ્ટ ફોટો મહિના કે બે મહિના કે છ મહિના પછી કોઈને બતાવો હોઈ, તો આપને ગોતવામાં ઘણો સમય લાગશે. પણ જો ફોટો આલ્બમમાં હશે તો જલ્દી મળી જશે.
(૨) હવે આપનો દરેક ફેસબુક મિત્ર તમે ફોટો મુકો, અને તરત આપનો ફોટો જોઈ લે, તે શક્ય નથી. શક્ય છે કે તે ફેસબુક પર ૨-૫ દિવસ પછી આવે, કોઈ મહિના પછી આવે. આ પોસ્ટકાર્ડનો ફોટો આલ્બમની બહાર હશે, તો તેને કદાચ દેખાશે પણ નહિ. પણ જો આ ફોટો આલ્બમમાં હોય, તો તે આલ્બમમાં જઈ તરત જોઈ શકશે.
(૩) માનો કે કોઈ પરિચિત કે અપરિચિત વ્યક્તિ મહિના કે બે મહિના કે છ મહિના પછી આપના પ્રોફાઈલ પર આવે, અને આપે ફોટો આલબમ બહાર મુકાયો હશે, તો તેને મળશે પણ નહિ. પણ જો ફોટો આલ્બમમાં હશે, તો તે જ્યારે આલબમ પર જશે, ત્યારે તેને તરતજ દેખાશે.
આમ, કોઈપણ અગત્યનો પોસ્ટ આલબમની બાહર ફોટો મુકવાનો કોઈ અર્થ નથી. એટલે આપને આ પોસ્ટકાર્ડનો ફોટો આલબમની અંદર મુકવા વિનંતી છે.
.
.
(કાર્ય – C.03) આ લીંક https://newindia.in/RtrFso પર મેં RtrFsoના કાયદાનું લખાણ મુક્યું છે. આ કેન્દ્ર સરકારનું વેબ્સાઈટ છે.
.
હેતુ : મારી માન્યતા છે, કે જેમ વધારે લોકો આ લીંક પર વોટ આપશે, તેમ આ RtrFsoનો કાયદો છપાવાની શક્યતા વધશે.
.
.
(કાર્ય – C.04) ઉપરની લીંક પર વોટ આપ્યા બાદ, ‘"share on facebook” નું બટન દબાવવા વિનંતી છે. આનાથી ફેસબુક પર પોસ્ટ બનશે. અને આ પછી આ પોસ્ટ એડિટ કરી, તેને “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ તે આલ્બમમાં શિફ્ટ કરવો. અને જો પોસ્ટ આલ્બમમાં શિફ્ટ ન થઈ શકતો હોય, તો https://newindia.in/RtrFso લીંક આ આલ્બમમાં પોસ્ટ કરવી.
.
હેતુ : આ લીંકને ફેસબુક પર શેર કરવાથી આપના અનેક ફેસબુક મિત્રોને આ RtrFso ના પ્રસ્તાવિત કાયદા વિષે માહિતી મળવાની શક્યાતા વધશે. આથી અનેક નાગરીકોની આ કાયદા પર વોટ કરવાની અને પોસ્ટકાર્ડ મોકલવાની શક્યતા વધશે. અને આનાથી આ કાયદો પસાર થવાની શક્યતા વધશે.
.
.
(કાર્ય – C.05) જો આપ આ RtrFso કાયદાને ટેકો આપતા હોય, તો આપને આ પ્રમાણે tweet મુકવા વિનંતી છે – " @PmoIndia #CmStates #RtrFso https://newindia.in/RtrFso print RtrFso law. Law gives Right to Recall District Food Safety Officer to district's voters. Jurors and not judges will decide cases of food adulteration. Adulteration will reduce. sh1= 04674698dfe1c075ca7663b97e9b8e3e8ea36875 " .
.
હેતુ : આપના આ tweet મુકવાથી કાયદો પસાર થવાની શક્યતા વધશે. અને આ કાયદા વિષે માહિતી વધુ નાગરીકો પાસે પહોંચશે.
.
.
(કાર્ય – C.06) તમારા આ tweetની લીંક “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ તે આલ્બમમાં શેયર કરવી.
.
હેતુ : ફેસબુકમાં આ લીંક મુકવાથી અપના અનેક ફેસબુક મિત્રોને આ RtrFso પ્રસ્તાવ વિષે માહિતી મળશે. અને આ લીંક આલબમમાં મુકવાથી, જો કોઈ આપનેકે કે અન્યને આ લીંક મહિના વર્ષ પછી પણ જોઈતી હશે, તો તરત મળશે. જો લીંક ફેસબુકની બહાર હશે તો મહિના – વર્ષ પછી મળવી અશક્ય થઇ જશે. માટે જો આપ ઈચ્છતા હોઈ, કે વધુમાં વધુ લોકોને આ પ્રસ્તાવિત કાયદા વિષે માહિતી લાંબા સમય સુધી મળે, તો આપને આ લીંક ફેસબુક આલ્બમમાં મુકવા વિનંતી છે.
.
.
(કાર્ય – C.07) “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ આલ્બમમાં આ પ્રસ્તાવિત RtrFso કાયદાનું સંપૂર્ણ લખાણ મુકવું. આ લખાણ આપને https://fb.com/mehtarahulc/posts/10155273934556922 ઉપર મળશે. આપ તેને કોપી-પેસ્ટ કરી શકો.
.
હેતુ : આપના તમામ ફેસબુક મિત્રોમાં શક્ય છે કે ૧-૨ આ પ્રસ્તાવીત કાયદાનું સંપુર્ણ લખાણ વાંચે અને પછી આગળ વધારે. આમ આપણી આપાણી આ પોસ્ટથી કાયદો આવવાની શક્યતા વધશે.
.
.
(કાર્ય – C.08) “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ આલ્બમની લીંક આપના ફેસબુકના કવર પિક્ચરના ડીસકૃપશનમાં મુકવી
.
હેતુ : આથી જ્યારે પણ આપને (અથવા આપના વર્તમાન કે આવનારા ફેસબુક મિત્રો) આ લીંક કોઈતી હોય, તો તરતજ મળી શકે.
.
.
(કાર્ય – C.09) આ પ્રસ્તાવીત કાયદાના વિષે આપ માહિતી whatsapp , instagram વગેરે પર પણ મૂકી શકો છો.
.
.
(કાર્ય – C.10) [OPTIONAL] વિષે આપ “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ આલ્બમમાં એક આ પ્રસ્તાવીત કાયદાની વિગત આપી, ઉમેરી શકો છો, કે જે સાંસદ / વિધાનસભા ઉમેદવાર આ પ્રસ્તાવિત કાયદાને ટેકો આપશે, હું તેનેજ મત આપીશ. આમ કરવાથી વધુમાં વધુ ધારાસભ્યો , સાંસદો આ પ્રસ્તાવીત કાયદા પર સક્રિયયાથી વિચાર કરશે, અને આથી આ કાયદો પસાર થવાની શકયતા વધશે.
.
.
(કાર્ય – C.11) “Law drafts I support” અથવા ‘હું આ પ્રસ્તાવીત કાયદાઓને ટેકો આપું છું’ ની લીંક આપના પ્રોફાઈલમાં ‘એબાઉટ મી’ (‘મારા વિષે’) માં મુકો. આથી આપને અને આપના ફેસબુક મિત્રોને અ આલ્બમ ગોતવામાં સરળતા રહે
.
.
=====
.

ચેપ્ટર – ૪ : કાર્યકારો માટેની કાર્યસુચિ – હું પછીથી મુકીશ. આપને આ આલ્બમ ફોલો કરવા વિનંતી છે.