Rahul Mehta Gandhinagar LsCandidate

આમ મતદારો, જો અમને, રાઈટ ટુ રિકોલ પાર્ટીના (હાલ અપક્ષ) ઉમેદવારોને ટેકો આપો, તો કઈ રીતે ભારતને ફાયદો થઇ શકે?
.
કોંગ્રેસ/RSS/AAP એ મિલકતવેરો, રાટુરિ, જ્યુરી પ્રથા વગેરેનો વિરોધ કર્યો છે. અમે ૧૯૯૯ થી રાટુરિ વગેરે લાવવા પ્રચાર કરીએ છીએ. હવે મને રાટુરિ વગેરે મુદ્દા પર ૨૦૦૯ ચુંટણીમાં ૭૩૦૦ મત મળ્યા અને ૨૦૧૪ ચુંટણીમાં ૯૭૦૦ મત મળ્યા. અને તેથી રાટુરિ વગેરે પ્રસ્તાવો પર ભારતના સેકડો કાર્યકરોની નજર પડી. અને તેથી અનેક કાર્યકરોએ રાટુરિનો પ્રચાર શરુ કર્યો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીને પણ રાઈટ ટુ રિકોલના વખાણ કરવા પડ્યા !! (જુઓ ૨૪-૧૧-૨૦૧૬નું છાપું) અને વરુણ ગાંધીજીએ (નબળો, નક્કામો) રાટુરિનું કાયદો પણ મુકાયો !! અને આજે ગુજરાતમાં ૪ કાર્યકરો રાટુરિ પર ચુંટણી લડે છે. હવે જો હજારો નાગરીકો અમને ટેકો આપે, તો આ પ્રસ્તાવો પર અનેક કાર્યકરોની નજર જશે. અને આ કાયદાઓ આવવાની શક્યતા વધે. હાર કે જીત, તમારો ટેકો વ્યર્થ નહિ જાય. તમે નાગરીકો અમને ટેકો આપી, ભારતના કાર્યકારોનું આ કાયદાઓ પર ધ્યાન ખેંચો, તે મારી વિનંતી છે