Rahul Mehta Gandhinagar LsCandidate
Sexual harassment police complaints against Swaminarayan Sadhus
(for links, pls see first comment)
There was a strong buzz regarding a complaint of sexual harassment against senior sadhus of Bochasanwasi Shri Aksharpurshottam Swaminarayan Sanstha (BAPS) on Tuesday. But, there was no official confirmation from the police regarding registration of the case against the saints.
BAPS, on its part, has issued a clarification and trashed the allegations as baseless.
Since Tuesday evening, strong rumours of a police case by a present and a former BAPS sadhu against senior saints of the sect under Section 377 of the Indian Penal Code for unnatural sex or sodomy were doing the rounds. News of registration of the case with the police, however, could not be confirmed. BAPS, meanwhile, issued a late clarification in this regard.
“We have learnt from informed sources that two saints, who have been asked to go for not following rules of our organisation, have filed a baseless complaint against saints of BAPS. The complaint has been filed with mala fide intention and is far from the truth. It does not contain truth whatsoever and we have denied the charges,” said BAPS general secretary Harish Dave.
==============
પોલીસ અધિકારીને મળી પ્રમુખ સ્વામી મહારાજ સામે યૌન શોષણની ફરિયાદ નોંધવાની સજા, રાતોરાત થઈ ગઈ બદલી
અમદાવાદ, 23 ઓક્ટોબર
ગઈ કાલે બોચાસણવાસી શ્રી અક્ષરપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય ચાર સાધુઓ ઉપર અગાઉ સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવેલા બે સાધુઓએ યૌન શોષણના આક્ષેપ કરતી અરજી કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. જોકે પ્રમુખ સ્વામી મહારાજની સામેની ફરિયાદની આ અરજી લેવાનો સજા પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. સોલંકીને મળી ગઈ છે અને તેમની રાતોરાત સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
શું હતી ફરિયાદ?
સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા બંને સાધુઓ પ્રિયદર્શનદાસ અને નિષ્કામ સેવાદાસ દ્વારા શાહિબાગ તથા માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની તજવીજ કરાઈ હતી પરંતુ, આ બંને સ્થળે અરજી પણ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવતા શહેર પોલીસ કંટ્રોલરૂમમાં અરજી આપવામાં આવી હતી.
પોલીસને આપેલી અરજીમાં ૩૯ વર્ષ સુધી પ્રમુખ સ્વામીની નજીક રહેલા પ્રિયદર્શન દાસે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે તે 15 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. વિદેશમાં ફેરવવાની તથા સાધુઓમાં શિરમોર થવાની લાલચ આપીને તેમનું શોષણ કરવામાં આવતું હતું અને ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હતી. ગુરુ સંતસ્વામી દ્વારા અને પછી પ્રમુખ સ્વામી દ્વારા શોષણ કરાયું હોવાનો આક્ષેપ કરતાં તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મારા યૌનશોષણની વાત અન્ય સાધુઓ અને ભક્તોએ જાણી જતાં બધાએ એવું વિચાર્યું કે પ્રિયદર્શનદાસ જીવતા બોંબ જેવો છે તેનો નિકાલ કરી નાખવો પડશે એટલે તેમણે બધાએ મને ધમકીઓ આપી અને મારી ભાદરા ગામે બદલી કરી નાખી. હું નિકળતો હતો ત્યારે નારાયણમુનીએ કહ્યું કે ભાદરાથી તું બને એટલો જલદી ભાગી જજે, તારા પર મોત ભમે છે. એટલે હું ભાદરાથી નીકળી ગયો. મને ન્યાય મળે તે માટે આ ફરિયાદ કરું છું. આ ફરિયાદ કર્યા પછી મારા પર હુમલો થવાની પૂરી શક્યતાઓ છે.
મૂળ વડોદરાના રહેવાસી ૪૨ વર્ષ નિષ્કામ સેવાદાસ ઉર્ફે રાકેશ હરેશકુમાર ભાવસારે ઈશ્વરદાસ, જ્ઞાનેશ્વરદાસ, વિવેકસાગરદાસ વગેરેએ યૌનશોષણ કર્યાની ફરિયાદ કરતી અરજી કરી હતી. તેમણે કરેલા આક્ષેપ મુજબ વર્ષો સધી તેનું યૌનશોષણ આ સાધુઓ દ્વારા કરાતું રહ્યું અને વિરોધ કરાતા તેને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવેલો. તેને દુબઈ મોકલ્યા પછી તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો અને દુબઈથી માંડ છૂટો થઈને ભારત આવ્યો હતો. તેણે પણ પોતાના પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ફરિયાદની સ્પષ્ટતા
આ વિશે બોચાસણવાસી શ્રી અક્ષરપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમારી સંસ્થામાંથી પૂર્વે સંસ્થાના નીતિનિયમોની વિરુદ્ધ વર્તતા બે સંતોને છૂટા કરાતા બી.એ.પી.એસ. સંસ્થાના કેટલાક સંતો વિરુદ્ધ પાયાવિહોણી ફરિયાદ કરેલ છે જે સત્યથી વેગળી અને બદઈરાદાથી કરવામાં આવેલ છે. તેમાં જરા પણ તથ્ય નથી.