Rahul Mehta Gandhinagar LsCandidate

Ishwar Rambhai Solanki:

ચુંટાયેલા જન પ્રતિનિધિઓની ( ધારાસભ્યો, સાંસદો ) સાચી પરિક્ષા છે દેશની અર્થવ્યવસ્થા. દેશનું દુર્ભાગ્ય છે કે દેશની રાજનીતિમાં અર્થવ્યવસ્થા પર ચર્ચાઓ નથી થતી. જીતવું જ હોય તો વિશ્વમાં વેપારમાં જીતો. અંદરોઅંદર લડવામાં વિદેશી કંપનીઓ અને ટેકનોલોજી પર નિર્ભર થઇ ગયા. હજુ નહીં સમજીએ તો આ દેશ ક્યારે હાથમાંથી જતો રહેશે ખબર પણ નહીં પડે.
,
આજે 20 રૂ.ના રમકડાંથી માંડીને કરોડો રૂપિયાના મશીનો માટે આપણે વિદેશી કંપનીઓ પર નિર્ભર છે. આઝાદીના 78 વર્ષ પછી પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપણે બનાવી નથી શક્યા તો આપણે આટલા વર્ષોમાં કર્યું શું ? આ કોઈ પાર્ટી કે નેતાના વિરોધ માટે નથી લખ્યું, એક નાગરિક તરીકે આપણે આવા વિષયોને ગંભીરતાથી લેવાની અને તેના સમાધાન માટે વિચારણા કરવાની જરૂર છે.
,
ભારતીયો ચીનને દુશ્મન દેશ માને છે તો પણ કેમ ચીન સાથેની ભારતની વેપાર ખાધ વર્ષ 2025-2026 માટે 112.16*92*100= 10,31,872 કરોડ, ભારતમાંથી ચીનમાં 19.47*92*100=1,79,124 કરોડનો માલ એક્સપોર્ટ થયો અને 131.86*92*100= 12,13,112 કરોડનો માલ સામાન આપણે ચીનથી મંગાવ્યો. વર્ષ 2024-25 માં વેપાર ખાધ 99 અબજ ડોલર હતી એ 2025-26મા 126.16 અબજ ડોલર એ પહોંચી. ચીનની ધણી વસ્તુઓ પર સરકારે 200-300% ની ઈમ્પોર્ટ ડ્યુટી લગાડી છે જેથી ભારતમાં એ વસ્તુઓ બનાવતા ઉધોગો ટકી શકે છતાં પણ ચીનની વસ્તુઓ સસ્તી પડે છે.
,
કારણો :- પરમિશનના નામે બેફામ ભ્રષ્ટાચાર અને લુંટ, ધંધાઓમાં નેતાઓના ખાસ ઉધોગોની મોનોપોલી, નેતાગીરીના નામે લુખ્ખાગીરી, ઈલેક્ટોરલ બોન્ડ, ડોનેશનના નામે ખંડણી, વિજળીનો અભાવ, જરૂરી માણખાગત સુવિધાઓનો અભાવ, સૌથી મહત્વપૂર્ણ નિયતમાં ખોટ....
,
સમાધાન:- સરકારની તમામ ખાલી જમીનો ભાડે આપવી જેથી નાના ઉદ્યોગોને સસ્તા ભાવે ભાડે જમીનો મળી રહે, ભ્રષ્ટાચારને રોકવા અદાલતોમાં જ્યુરી વ્યવસ્થા, વિદેશી કંપનીઓને ભારતમાંથી હાંકી કાઢવી, ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવું. #વોટ_વાપસી_પાસબુક મુખ્યમંત્રી અને વડાપ્રધાનની સીધી ચુંટણીઓ, જન પ્રતિનિધિઓને, જીલ્લાના SP, FSO, DEO, DM ની નિમણૂક નાગરિકો કરી શકે અને જરૂર જણાય ત્યારે બદલી શકે એવો અધિકાર આપવો.