Rahul Mehta Gandhinagar LsCandidate

Ishwar Rambhai Solanki:

ભારતમાં મ્યાનમારથી AK-47 હથિયારોની તસ્કરી
,
મ્યાનમારમાં માત્ર 17, 000 માં મળતી AK-47 દલાલો અને ભ્રષ્ટ પોલીસને કારણે બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં પહોંચતા પહોંચતા કિંમત 7 લાખ થઈ જાય છે. બંદૂકો મોંધી નથી કે બંદૂકો બનાવવી કોઈ મોટી વાત પણ નથી પરંતુ ભારતીયોમાં ઠોકી ઠોકીને બેસાડવામાં આવેલી અહિંસા અવરોધ બની છે. ભારતે ક્યારેય આક્રામક બનીને સામેથી યુદ્ધ કર્યું નથી પાકિસ્તાન સાથે 4 અને ચીન 1 એક યુદ્ધ રક્ષાત્મક તરીકે લડ્યુ છે અને 5 માંથી 4 વખત આપણે આપણી જમીનો ગુમાવી છે. આ સારા હથિયારો ન બનાવવાનું અને આપણે હથિયારોથી કમજોર હોવાનું પરિણામ છે.
,
આધુનિક યુદ્ધો માત્ર વ્યૂહ રચના કે સૈનિકોથી જીતી શકાતા નથી. હવે આધુનિક યુદ્ધો જટિલ કોમ્પ્લેક્સ હથિયારો જેવા કે મિસાઈલ ડ્રોન ફાઈટર પ્લેનથી લડાઈ છે અને આપણી વાત કરીએ તો આપણે એક ટોપ ક્લાસ બંદૂક પણ બનાવી શક્યા નથી. એન્જિનિયરિંગ સેક્ટરને સુધારીને હથિયારોના ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. રાષ્ટ્રની અને પરિવારની સુરક્ષા માટે બંદૂકો રાખવાની છૂટ હોવી જોઈએ.
,
બંદૂક ખરાબ નથી હોતી. બંદૂક ચલાવનારા સારા કે ખરાબ હોઈ શકે છે સૈનિકના હાથમાં રક્ષણ કરે છે અને આતંકવાદીઓ, માફિયાઓના હાથમાં આતંક મચાવે છે.
,
રાઇટ ટુ રિકોલ પાર્ટીનો પ્રસ્તાવિત કાયદો છે #બંદૂકના_કાયદા_પર_જનમત_સંગ્રહ રાજ્યના 55% નાગરિકો બંદૂક રાખવાની છૂટ આપવાના જનમત સંગ્રહ પર પોતાની સહમતી નોંધાવે તો સજ્જન નીરઅપરાધ ( જેણે કોઈ અપરાધ નથી કર્યા) વયસ્ક (21+) નાગરિકોને લાઇસન્સ વગર બંદૂક રાખવાથી છૂટ આપવી.
,
કર્ણાટકના કુર્ગ જિલ્લામાં લાઇસન્સ વગર બંદૂક રાખવાનો છે ત્યાં કોઈ એકબીજાને મારી નાખતા નથી એટલે બંદૂકથી હિંસા વધશે એ વાત ખોટી છે. મોટાપાયે રાજ્યમાં કે દેશમાં બંદૂકો બનાવવાની છૂટ આપવામાં આવે તો 5000- 10000 માં નાની બંદૂકો સરળતાથી મળી શકે.