Rahul Mehta Gandhinagar LsCandidate
neck breaking news ---- Gujarat Samachar reports -- some witness says that RSS-MP Haren Pandya was murdered by IPS Vanazara via Soharabuddin !!!
.
this is really breaking , whether fake news or real news.
.
Witness is some person named Azam Khan who was colleague of criminal Soharbuddin, As per this Azam Khan, as reported by Gujarat Samachar (ahmedabad edition, 04-nov-2018, page-20), Prajapati had told him that Soharbuddin had told Parajatai that IPS Vanazara had approached Soharbuddin and asked Soharbuddin to murder RSS MP Haren Pandya !! And later, to cover the tracks, IPS Vanazara fake encountered Soharbuddin and his wife, and Soharbuddin's colleague Prajapati !!!
.
This really breaking fake news or really breaking real news !!!
.
And its a very complicated testimorny !! Azam Khan says that Prajapati (who was encountered by Vanazara in 2008) had said that Soharbuddin (who was encountered by Vanzara in 2007) had told Prajapati that Vanazara had asked Soharbuddin to murder Haren Pandya in year 2003 !!!! This testimony is more complex than plot of crime thriller detective murder agatha christie movie !! So its very entertaining read.
.
Whether real news or fake news --- its very entertaining.
.
--------------
.
https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/vanzara-handed-over-to-sohrab-the-murder-of-haren-pandya
.
solution I propose is -- Jury of 1500 voters should between age of 25 years and 55 years should be chosen at random to decide the case. The jury may order narcotest of anyone to dig the truth. This is imo, only way out, We cant trust judges, IPS and witnesses anymore,.
.
------------
.
હરેન પંડયાની હત્યાની સોપારી વણઝારાએ સોહરાબને આપી હતી
.
ગેગસ્ટર અને સોહરાબના સાગરીત આઝમખાનની મુંબઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સ્ફોટક જુબાની
.
અમદાવાદ,તા. 03 નવેમ્બર 2018,શનિવાર
.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસના સાક્ષી અને સોહરાબના સાગરિત આઝમખાને મુંબઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સ્ફોટક જુબાની આપી છે અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા અંગે નવો ઘટસ્ફોટ કર્યો છે.
.
હરેન પંડયાની હત્યાની સોપારી પોલીસ અધિકારી ડી.જી.વણઝારાએ સોહરાબને આપી હતી અને સોહરાબે આ કામ હૈદરાબાદના કલીમુદ્દીન અને શાહીદને સોંપ્યું હતું અને હરેન પંડયાની હત્યા થઇ હતી.
.
૨૦૦૩ના માર્ચ માસમાં હરેન પંડયાની હત્યા થઇ હતી. આ હત્યામાં શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પકડયા હતા. હરેનની હત્યા કોમી તોફાનોનો બદલો લેવા માટે થઇ હોવાનું જાહેર કરાયું હતું અને કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી અને તે આરોપીઓને ટ્રાયલ કોર્ટ સજા ફરમાવી હતી પરંતુ ગુજરાત હાઇકોર્ટ તમામને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા. હવે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સોહરાબના સાગરિત આઝમખાને કરેલો ઘટસ્ફોટથી ખળભળાટ મચ્યો છે.
.
મુંબઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ આજે આઝમખાને જુબાની આપી છે. તેણ નિવેદન આપ્યું છે કે સોહરાબ અને તૂલસી બન્ને જણા તેના મિત્રો હતા. સોહરાબ મને જણાવ્યું હતું કે વણઝારાના કહેવાથી હૈદરાબાના નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહીદે ભેગા મળીને હરેન પંડયાની હત્યા કરી હતી. સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસી પ્રજાપતિને પોતાની ફોઇના મલ્લાતલાઇ ખાતે આવેલા મકાનમાં આશ્રય આપ્યો હતો.
.
ત્યારબાદ સોહરાબ અને તૂલસીએ અને એક વ્યક્તિની સાથે મળી અમદાવાદના બિલ્ડર પર ગોળીબાર કરાવ્યો હતો. સોહરાબને આ કામની સોપારી મળી હતી. મરિયમ મારબલના વેપારી પાસેથી પણ ઉઘરાણી માટે ધમકી આપી હતી. ઉદેપુરના હમીદલાલાના કહેવાથી આ વેપારીએ સોહરાબ સામે ફરિયાદ નોંધાવી હતી.
.
આથી સોહરાબના ઇશારે તૂલસીએ મુદ્દસરની સાથે ભેગા મળી ૩૧મી ડિસેમ્બર ૨૦૦૪ના રોજ હમીદલાલાની હત્યા કરી હતી. આ હત્યા બાદ અમે ભાગી છૂટયા હતા. હું મોડાસા આવ્યો હતો અને ૨૦૦૫માં ઉદેપુર પોલીસે મારી ધરપકડ કરી હતી અને સેન્ટ્રલ જેલમાં રાખ્યો હતો.
.
આઝમખાને નિવેદનમાં જણાવ્યું છ કે ૨૭મી નવેમ્બર ૨૦૦૫ ના રોજ મને જેલમાં ખબર પડી હતી કે સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થઇ ગયું છે. ત્યારબાદ ત્રણેક દિવસ પછી તૂલસી પ્રજાપતિ પણ જેલમાં આવ્યો હતો. તૂલસી મારી સમક્ષ ખૂબ રડયો હતો અને કહ્યું હતું કે ગુજરાત પોલીસે તેને દગો દીધો છે. એક માણસે તેની (તૂલસીની) મુલાકાત વણઝારા સાથે કરાવી હતી. વણઝારાએ સોહરાબને પકડવા માટે પોતાના પર બહુ રાજકીય દબાણ છે અને સોહરાબને પકડાવી દે છ માસમાં જામીન પર છોડાવી દઇશું.
.
વણઝારાએ એવી પણ ઓફર કરી હતી કે તને લતીફ શેઠના સ્થાને અમદાવાદનો ડોન બનાવી દઇશું.વણઝારાની વાતમાં આવીને મેં ગુજરાત પોલીસને બાતમી આપી હતી અને હું, સોહરાબ અને કૌસરબી ત્રણેય હૈદરાબાદથી સાંગલી બસમાં આવી રહ્યા હતા ત્યારે ત્રણેયને ઉતારીને લઇ જવાયા હતા.
.
અમદાવાદના એક ફાર્મ હાઉસમાં રાખ્યા હતા. સોહારબને મારઝૂડ કરવામાં આવતા કૌસરે તેનો વિરોધ કર્યો હતો અને મારઝૂડ દરમ્યાન ગોળીનો અવાજ સંભળાયો હતો અને કૌસરબીની બૂમાબૂમ બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ ફરીથી એક ગોળીનો અવાજ સંભળાયો હતો અને સોહરાબનો અવાજ પણ બંધ થઇ ગયો હતો.
.
આઝમખાને જણાવ્યું હતું કે સોહરાબ અને કૌસરબીની હત્યા પછી તૂલસીને બે ત્રણ ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હોવાનું તેણે મને જણાવ્યું હતું અને ત્યારબાદ રાજસ્થાન પોલીસ તેને લઇ ગઇ હતી. તૂલસી એવું બોલતો હતો કે મારી સાથે દગો થયો છે હું વણઝારાને મારીશ. જેલમાં વણઝારાનો એક બાતમીદાર અહેમદ જાબીર પણ હતો અને તેણે તૂલસીની વાત વણઝારાને પહોંચાડી હતી. ૨૦૦૬માં તૂલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થઇ ગયું હતું.
.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઇ કરી છે તેમા સોહરાબ અંગે મારબલના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનો હેતુ દર્શાવ્યો છે. આઝમખાનની જુૂબાનીમાં એવું ફલિત થાય છે કે હરેન પંડયાની હત્યા, સોહરાબુદ્દીન અને તૂલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર એકબીજા સાથે સંકળાયેલા છે.
.
આઝમખાનને બચાવ પક્ષ તરફથી પ્રશ્નો પૂછવામા આવ્યા હતા અને હરેન પંડયાની બાબત તેણે આ અગાઉ સીબીઆઇ સમક્ષ કેમ નથી જણાવી તેવું પૂછતા તેણે જણાવ્યું હતું કે સીબીઆઇના ઇન્સ્પેક્ટર એન.એસ.રાજૂને તે સમયે આ વાત કહી હતી પરંતુ તેણે એ વાત નિવેદનમાં નોધી ન હતી અને કહ્યું હતું કે આ વાતથી મોટી બબાલ થઇ જશે. આથી તેણે એવું પણ કહ્યું હતું કે હું જે વાત જાણું છું તે જ નિવેદનમાં કહુ છું. આઝમખાનની જુબાની આવનારા દિવસોમાં સ્ફોટક પૂરવાર થઇ શકે છે. તેણે કોર્ટ સમક્ષ આપેલી જુબાનીનો ચિતાર આરલાઇવ્ઝન્યૂઝ.કોમ પર રજૂ થયો છે.
- https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/vanzara-handed-over-to-sohrab-the-murder-of-haren-pandya
- https://external-dfw5-2.xx.fbcdn.net/emg1/v/t13/1303160793267036545?url=https%3A%2F%2Fstatic.gujaratsamachar.com%2Farticles%2Farticles_thumbs%2Fphoto_1541269892074.jpeg&fb_obo=1&utld=gujaratsamachar.com&_nc_sid=632586&_nc_ht=external-dfw5-2.xx.fbcdn.net&stp=c60.0.250.250a_dst-jpg_flffffff_q75_s139x139_tt6&ccb=18-1&_nc_gid=86CIiS4b9YWoBdS58PLgoQ&_nc_zt=3&oh=06_Q3_DAWYy7D5kdqKY13mt1b9j099C7kug8Vhl-UDHl1gBrMpp&oe=6AC2CAD9