Rahul Mehta Gandhinagar LsCandidate
આવતી કાલના ( એટલે ૧૦-મેં-૨૦૧૮ , ગુરુવારના ) ગુજરાત સમાચાર , અમદાવાદ આવૃત્તિ , માં પહેલા પાને --- (૧) કયા કાયદાઓથી ખાવાનામાં કેમિકલનું પ્રમાણ તથા ભેળસેળ ઘટી શકે અને (૨) કયા કાયદાઓથી પાણીની સમસ્યા ઘટી શકે --- આ બે મુદાઓ પર , જાહેર હિત માટે , જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાત રાઈટ ટુ રિકોલ પાર્ટીએ આપી છે.
બન્ને સમસ્યાઓ ભારતમાં (અને ગુજરાતમાં ) ખુબજ વકરી છે.
અમદાવાદનું માથાદીઠ પાણીનો વપરાશ લંડન કરતા વધારે છે !! તેમ છતાં લંડનમાં દરેક ઘરે ૨૪ કલાક પાણી છે જ્યારે અમદાવાદ (કે ગુજરાત કે ભારત) માં નગરપાલિકાઓ માત્ર ૩૦ મિનીટ પાણી આપે છે, બાકીના લોકો પ્રાઇવેટ બોરથી પાણી ખેંચે છે. પાણીના મીટરો મુકવાથી પાણીનો બગાડ ઘટશે, અને દરેક ઘરે / ઓફિસમાં નગરપાલિકાઓ ૨૪ કલાક પાણી આપી શકશે !! પણ કાયદાઓથી આ મીટરો આવી શકે? તે આ જાહેરાતમાં આપ્યું છે.
ભારતમાં ખાવાનામાં ભેળસેળ અને કેમિકલોનું પ્રમાણ ખુબજ વધી ગયું છે, જેનાથી કેન્સર, બીપી વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો કયા કાયદાઓથી ભેળસેળ અને કેમિકલોનું પ્રમાણ ઘટી શકે? તે પણ આ જાહેરાતમાં આપ્યું છે.
જો આપ અમદાવાદમાં હોય , તો આપને આવતી કાલના ( એટલેકે ૧૦-મેં-૨૦૧૮ , ગુરુવારના ) ગુજરાત સમાચાર માં આ જાહેરાત જોવા વિનંતી છે. જો આપ અમદાવાદમાં ન હોઈ, તો ઈન્ટરનેટથી http://gujaratsamacharepaper.com/ પર આપ આ જાહેરાત જોઈ શકશો.
જાહેર હિત માટે, આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી છે