Rahul Mehta Gandhinagar LsCandidate

Pls fwd this on WhatsApp etc . Pls also share on FB
.
----
.
આજ (22-જૂન-2017 , ગુરુવાર) ના ગુજરાત સમાચાર અમદાવાદના પાનાં-1 પાર GST ની એક ગંભીર સમસ્યાનો પ્રસ્તાવિત ઉપાય આપ્યો છે.

GSTમાં ‘ખરીદનારે આપેલ વેરો, જો વેચનાર ન ભરે , તો તે વેરો ખરીદનારે બીજીવાર ફરીથી ભરવાનો’, તે સમસ્યાનો પ્રસ્તાવિત ઉકેલ – STAS અર્થાત ‘સેપેરેટ ટેકસ એકાઉન્ટ સિસ્ટમ’નો પ્રસ્તાવિત કાયદો
.
જાહેરાતની ઇમેજ મુકેલ છે

આજ (22-જૂન-2017 , ગુરુવાર) ના ગુજરાત સમાચાર અમદાવાદના પાનાં-1 પાર GST ની એક ગંભીર સમસ્યાનો પ્રસ્તાવિત ઉપાય આપ્યો છે.
.જાહેરાતની ઇમેજ મુકેલ છે
.
જાહેરાતની ટેક્સ્ટ નીચે મુજબ છે
.
=======
.
જાહેરાત, પ્રકાશક: રાહુલ ચીમનભાઈ મહેતા
રાઈટ ટુ રિકોલ પાર્ટી (નોંધણી બાકી)
facebook.com\MehtaRahulC
.
GSTમાં ‘ખરીદનારે આપેલ વેરો, જો વેચનાર ન ભરે , તો તે વેરો ખરીદનારે બીજીવાર ફરીથી ભરવાનો’, તે સમસ્યાનો પ્રસ્તાવિત ઉકેલ – STAS અર્થાત ‘સેપેરેટ ટેકસ એકાઉન્ટ સિસ્ટમ’નો પ્રસ્તાવિત કાયદો
.
જો આપને આ પ્રસ્તાવિત કાયદો વાજાબી લાગે, તો twitter પર “ @PmoIndia #STAS mygov.in/comment/101405141 “ લખવા વિનંતી
.
-------
૧. સમસ્યા : માનોકે GST 20% છે. માનોકે ખરીદનાર B વેચનાર S પાસેથી રૂ. ૧૦૦૦નો સામાન લે. તો GSTના કાયદા મુજબ B એ Sને રૂ. ૨૦૦ વેરા પેટે આપવાના. હવે જો S રૂ. ૨૦૦નો વેરા સરકારમાં ન ભરે, તો? અમો non-80g-કાર્યકરોની ભાષામાં આ સમસ્યાને ‘missing trader problem’ અર્થાત ‘ખોવાયેલા વેપારીની સમસ્યા’ અર્થાત MTP કહેવાય છે. હવે CGST-act ની કલમ-૧૬.૨.c કહે છે, કે ‘જો વેચનાર આ રૂ. ૨૦૦ સરકારમાં જમા ના કરાવે, તો ખરીદનારને ઈનપુટ કેડીટ નહી મળે’ અર્થાત ખરીદનારે આ રૂ. ૨૦૦નો વેરો બીજીવાર ફરીથી ભરવો પડશે !!
.
હવે અનર્થશાસ્ત્રીઓ આ મુદ્દાને સમસ્યા પણ નથી ગણતા !! તેમના મુજબ આ મુદ્દાથી કોઈ નુકશાન નથી થતું. અને એટલે અનર્થશાસ્ત્રીઓએ આ સમસ્યાના ઉપાય વિષે ચર્ચા નથી થવા દીધી !! અનર્થશાસ્ત્રીઓએ તો આ સમસ્યાને નામ પણ નથી આપ્યુ !!
.
હવે મારા મત મુજબ, MTPની સમસ્યાથી નાના/મધ્યમ વેપારીઓ / ઉત્પાદકો ખલાસ થઇ જશે !! કેમ? કેમકે એકપણ મોટો વેપારી કે ઉત્પાદક આ ચોરી નહિ કરે. અને ૯૭% થી ૯૮% નાના વેપારી કે ઉત્પાદક પણ આ ચોરી નહિ કરે. પણ ૨% થી ૩% નાના વેપારી કે ઉત્પાદક આ ચોરી જરૂર કરશે !! અને, તેથી તમામ નાના વેપારીઓ / ઉત્પાદકો પ્રતિષ્ઠા ગુમાવશે !! ‘દૂધનો દાજ્યો છાશથી પણ દુર રહે’. તેમ આ ૨% - ૩% ખોટા નાનાથી દાજેલા, અનેક ખરીદનારોઓ તમામ નાના વેપારીઓ/ઉત્પાદકો પાસેથી ખરીદવાનું માંડી વાળશે અને માત્ર મોટા વેપારી/ઉત્પાદકો પાસેથી ખરીદશે !! આમ, ઈમાનદાર નાના વેપારીઓ/ઉત્પાદકો પણ ખલાસ થઇ જશે. ઉપરાંત, વર્ષે ૩૭ રીટર્ન ભરવાની સમસ્યા પણ છે. હવે ઉપાય?
.
----
.
૨. પ્રસ્તાવિત ઉપાય : STAS (separate tax account system અર્થાત ‘વેરાનું જુદુ બેંકખાતાની વ્યવસ્થા‘) નો પ્રસ્તાવિત કાયદો –
.
(a) બેંકો વેપારીને જુદુ ‘tax account’ યાને વેરાખાતુ ખોલવા દેશે
.
(b). બેંક વેરાખાતાના માલિકને વેરાખાતામાં આવેલ રૂપિયાનો માત્ર બે ચુકવણી માટે ઉપયોગ કરવા દેશે (અ) સરકારમાં વેરો ચુકવવા
(બ) અન્ય વેપારીના વેરાખાતામાં ટ્રાન્સફર કરવા. આમ, જે રૂપિયા એકવાર વેરાખાતામાં આવશે, તે સરકાર પાસેજ રહેશે
.
(c) હવે જો ખરીદનાર (રૂ ૧૦૦૦ + રૂ ૨૦૦ GST) = રૂ ૧૨૦૦ ની વસ્તુ ખરીદે, તો ખરીદનાર વેચનારને રૂ ૨૦૦નો એક એવો ચેક આપી શકશે, જે માત્ર વેચનારના વેરાખાતામાં જમા થાય. આમ ખરીદનારે GST સીધો સરકારને ચૂકવી દીધો !! એટલે સરકાર ‘ખરીદનારે GST નથી ચૂકવ્યો’, તેમ નહિ કહી શકે.
.
(d) વેરાખાતાના માલિકને તે રૂપિયા જોયતા હોય, તો પહેલા સરકારને ચૂકવી, રીફંડ માટે અરજી કરી, મેળવી શકશે.
.
આ વ્યવસ્થા ક્રેડીટ/ડેબીટ કાર્ડ ઉપર પણ લાવી શકાય છે. અને આને કેશ ઉપર પણ લાવી શકાય છે !! હવે ‘ખરીદનારે GST નથી ચૂકવ્યો’, તે સમસ્યાનો અંત આવવાથી, વર્ષે ૩૭ રીટર્નને બદલે માત્ર વર્ષે ૫ રીટર્નથી કામ ચલાવી શકાય છે.
.
STAS વ્યવસ્થાની સંપુર્ણ વિગતો મે tinyurl.com/RrpStas અને mygov.in/comment/101405141 પર આપી છે. મારી વેપારીઓ, ઉત્પાદકો અને non-80g કાર્યકરોને વિનંતી છે, કે જો આપને આ STAS વ્યવસ્થા યોગ્ય લાગે, તો twitter પર લખવું - “ @PmoIndia #STAS mygov.in/comment/101405141 “. આપનો આ tweet મોકલવાથી STASનો કાયદો પસાર થવાની વધશે. અને કોઈપણ વ્યક્તિ જોઈ શકશે કે કેટલા નાગરિકોએ આ કાયદાની પ્રધાનમત્રીશ્રી પાસે માંગણી કરી છે.
.
-----
.
(૩) વધારે સચોટ ઉપાય છે : પરિવાર દીઠ ૧૫૦૦ ફૂટથી વધારાની જમીન અને ૩૦૦૦ ફૂટથી વધારાનું બાંધકામ, ની કીમતના ૧% રકમમાંથી, જમીનમાલિકે ભરેલ આવકવેરો અને જમીનમાલિકે તેના તમામ નોકરીયાતોને ચૂકવેલ પગારોના ૫% રકમ બાદ આપવી. અને બાકી રકમ મિલકતવેરા તરીકે લેવી. આથી ઉપયોગમાં આવતી જમીન પર વાસ્તવિક વેરો શૂન્ય રહશે. આ વેરાથી જમીનની કીમત ઘટશે, ઉદ્યોગો વધશે અને તેથી બેકારી ઘટશે. મિલકતવેરો લાવ્યા પછી GST, VAT, Excise, CST, સર્વીસટેક્ષ તમામ અપ્રત્યક્ષ વેરા કાઢી શકાશે.
.
આની વધુ વિગતો માટે tinyurl.com/RrpWealthTax જુઓ. ઉપરાંત, મારા અન્ય લેખો માટે fb.com/MehtaRahulC જુઓ. ફેસબુક ન હોઈ, તોજ મને ૯૮૨૫૧-૨૭૭૮૦ પર મેસેજ કરવો
.
----
.
(૧) રાઈટ ટુ રિકોલ પાર્ટીમાં જોડાવા હાલ આપને fb.com/MehtaRahulC ફોલો કરવા વિનંતી છે.
.
(૨) STAS કાયદો યોગ્ય લાગેતો સંદેશ સિવાય અન્ય છાપામાં આ જાહેરાત આપવી
.
(૩) જાહેરાત કાપીને સાચવી રાખવી ; ઝેરોક્ષ સહુને આપાવી ; જંબો ઝેરોક્ષ ચોંટાડવી