> Facebook Archive | Right to Recall Party (national) | Bhatt Sunilkumar Narendrabhai | 2026-04-25

Bhatt Sunilkumar Narendrabhai

લોકશાહીના વેપારીઓ અને મફતિયા જમણવારના શોખીનો માટે એક ખુલ્લો પત્ર!

સુજ્ઞ ભાઈઓ અને બહેનો

https://www.facebook.com/share/p/18DBLEKmed

ચૂંટણી આવે એટલે સોસાયટીઓમાં ડોનેશન આપવાના શરૂ થાય, વાડીઓમાં જમણવારની લાઈનો લાગે અને 'રોકડા' વ્યવહારોની ગંધ આવવા લાગે....!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મફતની જ્યાફત અને સોસાયટીના ડોનેશનના બદલામાં તમે ખરેખર શું વેચી રહ્યા છો?

૧. શું તમારી કિંમત એક થાળી જેટલી જ છે?

જે નેતા તમને જમણવાર કરાવે છે કે સોસાયટીના બાંકડા-પેવર બ્લોક માટે ડોનેશન આપે છે, તે ખરેખર પોતાની ખિસ્સામાંથી સેવા નથી કરતો.

તો???

એ ખરેખર તો એક 'રોકાણ' (Investment) કરે છે. તમે એક સાંજનું ભોજન જમીને પાંચ વર્ષ સુધી તમારા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને શહેરની ગટર-પાણી જેવી સુવિધાઓને વેચી નાખો છો....!

યાદ રાખજો, જે ખવડાવે છે એ જ પછી લૂંટે છે!

*૨. પૈસા ક્યાંથી આવે છે? તેનું ગણિત સમજો:*

https://www.facebook.com/share/p/18DBLEKmed/

માની લો કે એક ઉમેદવાર તમારી સોસાયટી અને જમણવાર પાછળ ₹ ૫ લાખ વાપરે છે. આખા વોર્ડમાં આવા ₹ ૫૦ લાખનો ધુમાડો કરે છે.

* આ ₹ ૫૦ લાખ એ કમાણી નથી, એ 'દેવું' છે.
* સત્તા પર બેઠા પછી, એ નેતા સૌથી પહેલા આ ₹ ૫૦ લાખ વસૂલશે....!

કેવી રીતે?

* તમારા ટેક્સના જે ₹ ૫ કરોડના કામો વોર્ડમાં આવવાના હશે, તેમાંથી એ સીધું ૨૦% કમિશન (એટલે કે ₹ ૧ કરોડ) ખિસ્સામાં નાખશે. *ભુજ નું બજેટ ૧૫૦ કરોડ છે એ તો યાદ છેને??*

* ₹ ૫૦ લાખનું રોકાણ કરીને ₹ ૧ કરોડની કમાણી! બાકીના ₹ ૫૦ લાખ એનો નફો...!!!

*પરિણામ?*

તમારા રોડ નબળા બનશે, ગટરો ઉભરાશે અને કામો માત્ર કાગળ પર થશે. કારણ કે કોન્ટ્રાક્ટરે પણ નેતાને કમિશન આપીને પોતાનો નફો કાઢવાનો હોય છે!

*૩. તમે ડોનેશન નથી લેતા, લાંચ લો છો!*

જ્યારે સોસાયટીના પ્રમુખો ડોનેશન લઈને જે-તે પક્ષને મત આપવાનો વાયદો કરે છે, ત્યારે તેઓ લોકશાહીની ઘોર ખોદી રહ્યા હોય છે.

આ ડોનેશનના રૂપિયા એ જ ભ્રષ્ટાચારના રૂપિયા છે જે પાલિકાના બજેટમાંથી ચોરવામાં આવ્યા આવશે...!

*૪. જાગો ભુજના નાગરિકો!*

નેતાઓનો જમણવાર જમીને દાંત ખોતરતા બહાર નીકળતી વખતે યાદ રાખજો કે તમે તમારા જ ટેક્સના રૂપિયાની 'ચોરી' ને મંજૂરી આપી રહ્યા છો.

જો નેતા ભ્રષ્ટ હશે તો તમે નેતાજી પાસેથી લીધેલા સોસાયટીના સીસીટીવી કે ગેટ કામ નહીં આવે, કારણ કે આખું શહેર ગંદકી અને રોગચાળામાં સડતું હશે..