> Facebook Archive | Pawan Jury BhilwaraRj | 2017-12-09

Pawan Jury BhilwaraRj

Rahul Mehta Gandhinagar LsCandidate:

My election advt in today's Gujarat Samchar
.
<http://gujaratsamacharepaper.com/epaper.php?edition=Ahmedabad&date=2017-12-07&pageno=1&pid=GUJARAT_AHM#Article/GUJARAT_AHM_20171207_1_4/287px>;
.
.-------------------------------------
.
( ચુંટણી જાહેરાત , પ્રકાશક: રાહુલ ચીમનભાઈ મહેતા )
રાઈટ ટુ રિકોલ પાર્ટી (નોંધણી બાકી, હાલ અપક્ષ )
.
હું બે વિધાનસભા – ઘાટલોડિયા , ઠકકર બાપાનગરમાં ઉમેદવાર છું – રાહુલ ચીમનભાઈ મહેતા

રાહુલ ચીમનભાઈ મહેતા (અપક્ષ)
૪૯ વર્ષ , બી.ટેક., કોમ્પ્યુટર સાઈન્સ, આઇ.આઈ.ટી દિલ્હી ; એમ.એસ., રટગર્સ યુનીવર્સીટી, USA
fb.com/MehtaRahulC , twitter.com/MehtaRahulC
૧૨ ઘાટલોડિયા
૯ ઠકકર બાપાનગર
બંનેમાં ચિન્હ – હાથબત્તી
Battery Torch
મહત્વના વીડિઓ
tinyurl.com/Rcm005

.-------------------------------------
.
રાઈટ ટુ રિકોલના અન્ય ઉમેદવારો – નારણપુરા , મણીનગર અને બોટાદ (બોટાદમાં ઉમેદવાર છે - નીતેશ મોરડિયા , ચિન્હ કરવત છે)
.
ઉમેદવાર નંબર ૧૦
નારણપુરા
હર્ષદ લક્ષ્મણભાઈ સોલંકી (અપક્ષ)
હાથબત્તી
.
ઉમેદવાર નંબર ૭
મણીનગર
સુનીલ નરેન્દ્રભાઈ ભટ્ટ (અપક્ષ)
હાથબત્તી
.
.-------------------------------------
.
મિલકતવેરાનો કાયદો લાવી, GST ખતમ કરો, નહીતર GST સહુને ખતમ કરશે ; રાઈટ ટુ રિકોલ ; કેવી રીતે ગરીબ SC/ST/OBCના ટેકાથી અનામત ઘટી શકે? અન્ય ૨૦૦ પ્રસ્તાવિત કાયદાઓ
.
.-------------------------------------
.
(A) રાઈટ ટુ રિકોલ , વિડીઓ – tinyurl.com\Rcm006 : રાટુરિ તે પ્રક્રિયા છે જેના દ્વારા નાગરીકો સાંસદ, પ્રધાનમંત્રી, ન્યાયાધીશ, વગેરેને કોઈપણ દિવસે બદલી શકે. અમેરિકામાં મેયર, મુખ્યમંત્રી, જીલ્લા ન્યાયાધીશ, પોલીસ કમિશ્નર, શિક્ષણ અધિકારી, હાઇકોર્ટ જજ પર રાટુરિ છે. અમેરિકા વિશ્વથી આગળ છે તેના મુખ્ય કારણ રાટુરિ અને જ્યુરી-પ્રથા છે. ભારતમાં શિક્ષણ સુધારવાનો અકસીર રસ્તો છે – જીલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી પર રાઈટ ટુ રિકોલનો કાયદો લાવવો. આપ મતદારો અમને ટેકો આપી ભારતમાં આ રાઈટ ટુ રિકોલના કાયદાઓ લાવવાની શક્યતા વધારી શકો છો
.
-------------------------------------
.
(B) મિલકતવેરાનો કાયદો લાવી, GST ખતમ કરો. કેમ? , વિડીઓ - tinyurl.com\Rcm008 : GSTમાં ખરીદનારે વેચનારને GST આપવાનો, જે વેચનારે સરકારમાં જમા કરાવાનો. હવે CGSTની કલમ-૧૬.૨.c કહે છે, કે જો વેચનાર લીધેલ GST ન ભરે, અને ખરીરદનાર નોન-કોમ્પોસીટ રજીસ્ટરડ હોય, તો તે ખરીદનારે સરકાર ને તે GSTની રકમ બીજીવાર ભરવી પડશે !!! અને જો આખી સપ્લાઈ ચેઈનમાં એકપણ અનરજીસ્ટરડ કે કોમ્પોસીટ આવે, તો છેલ્લા ગ્રાહક પર GST ડબલ થાય !! આ ખામીઓથી મોટાભાગના નાના/મધ્યમ ઉત્પાદકો/વેપારીઓ ખલાસ થશે. દેશમાં રોજગાર ઘટશે. અને તેમાંથી નીકળવા સરકાર મોટેપાયે અર્થતંત્ર વિદેશીઓને સોંપવાની શરૂઆત કરશે. ઉપાય? મારો પ્રસ્તાવ છે- GST કાઢવો અને પરીવારદીઠ ૧૫૦૦ ફૂટથી વધારાની જમીનપર કિમંતના વાર્ષિક ૧ ટકા મિલકતવેરો નાખવો, અને ચૂકવેલ આવક્વેરો અને કર્મચારીઓને આપેલ પગારના ૧૫ ટકા બાદ આપવા. આથી આ વેરો માત્ર ખાલી જમીન પર આવશે. આથી જમીનના ભાવ ઘટશે, ફેક્ટરીઓ વધશે, રોજગાર વધશે અને આવકવેરો વધશે. હવે કઈ રીતે નાગરીકો મિલકતવેરો લાવી GST કાઢી શકે? મેં મારા મિલકતવેરાના પ્રસ્તાવિત કાયદાનું લખાણ પ્રધાનમંત્રીશ્રીના વેબસાઈટ પર મુક્યુ છે - newindia.in/WealthTax અને tinyurl.com/WealthTax1 . હવે કોંગ્રેસ/RSS/AAP પાર્ટીઓએ GST ને ટેકો આપ્યો છે અને મિલકતવેરાને નહિ. માત્ર અમે મિલકતવેરાનો પ્રચાર કર્યે છિએ. તમે મતદારો ટેકો આપો, તો ભારતમાં મિલકતવેરો આવવાની અને GST જવાની શક્યતા વધે. અને તમે twitter અને FB પર ‘@PmoIndia #CancelGST newindia.in/WealthTax’ લખી શકયતા વધારો. ટ્રાન્ઝેક્શન-ટેકસ બકવાસ છે.તેનું લખાણ પણ બોકીલજી નથી આપ્યુ
.
.-------------------------------------
.
(C) કયા કાયદાથી ગરીબ SC\ST\OBCના ટેકાથી અનામત ૪૯% થી ઘટી ૫% થઇ શકે? જુઓ વિડીઓ - tinyurl.com\Rcm010
.
.-------------------------------------
.
(D) પ્રસ્તાવીત ૨૦૦ કાયદાઓ ( tinyurl.com\Rcm011 જુઓ ) (૧)તમામ પાણીના કનેક્શનો પર મીટર મુકવા (૨) બે સંતાનનો કાયદો (૩)ગોહત્યા, ખૂન, ભેળસેળના કેસોમાં જાહેરમાં નાર્કો-ટેસ્ટ કરવી (૪) મંદિરો સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા (૫) કુતરાઓ રોડથી દુર કરી હોસ્ટેલમાં મુકવા (૬) ૫ વર્ષ જુના ભાડુઆતોએ ૧ વર્ષમાં દુકાન/મકાન ખાલી કરવું તેવો કાયદો છાપવો (૭) ૪૯૮ક કલમ કાઢવી (૮) અફીણને કાયદેસર કરવું કે નહિ, ઉપર રેફેરેન્ડમ કરવું (૯)૧૯૨૫માં ગાંધીજીની માંગણી મુજબ, તમામ નાગરિકોને બંધુક રાખવાનો હક્ક આપવો કે નહિ, ઉપર રેફેરેન્ડ્મ કરવું. સ્વીટ્જ્રરર્લેડમાં ઘરે બંધુક રાખવી ફરજીયાત છે, અને ખૂનનો દર સૌંથી ઓછો છે !! (૧૦)સુભાષચંદ્ર બોસને રાષ્ટ્રપિતા ઘોષિત કરવા (૧૧) બાંગ્લાદેશીઓ કાઢવા; અન્ય ૨૦૦ પ્રસ્તાવીત કાયદાઓ છે. (જુઓ વિડીઓ)
.
.-------------------------------------
.
(E) તમારો ટેકો કઈ રીતે સમાજને મદદ કરી શકે? વિડીઓ tinyurl.com\Rcm013 : કોંગ્રેસ/RSS/AAP એ મિલકતવેરો, રાટુરિ, જ્યુરી પ્રથા વગેરેનો વિરોધ કર્યો છે. અમે ૧૯૯૯ થી રાટુરિ વગેરે લાવવા પ્રચાર કરીએ છીએ. હવે મને રાટુરિ વગેરે મુદ્દા પર ૨૦૦૯ ચુંટણીમાં ૭૩૦૦ મત મળ્યા અને ૨૦૧૪ ચુંટણીમાં ૯૭૦૦ મત મળ્યા. અને તેથી રાટુરિ વગેરે પ્રસ્તાવો પર ભારતના સેકડો કાર્યકરોની નજર પડી. અને તેથી અનેક કાર્યકરોએ રાટુરિનો પ્રચાર શરુ કર્યો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીને પણ રાઈટ ટુ રિકોલના વખાણ કરવા પડ્યા !! (જુઓ ૨૪-૧૧-૨૦૧૬નું છાપું) અને વરુણ ગાંધીજીએ (નબળો, નક્કામો) રાટુરિનું કાયદો પણ મુકાયો !! અને આજે ગુજરાતમાં ૪ કાર્યકરો રાટુરિ પર ચુંટણી લડે છે. હવે જો હજારો નાગરીકો અમને ટેકો આપે, તો આ પ્રસ્તાવો પર અનેક કાર્યકરોની નજર જશે. અને આ કાયદાઓ આવવાની શક્યતા વધે. હાર કે જીત, તમારો ટેકો વ્યર્થ નહિ જાય. તમે નાગરીકો અમને ટેકો આપી, ભારતના કાર્યકારોનું આ કાયદાઓ પર ધ્યાન ખેંચો, તે મારી વિનંતી છે
.
રાજકારણ / અર્થતંત્ર પર અત્યંત મહત્વના વિડીઓ માટે જુઓ – youtube.com/RightToRecallGroup
.
WhatsApp પર નિયમિત માહિતી મેળવવા ૯૮૨૫૧-૨૭૮૮૦ પર ‘start’ મોકલો
જે મતદારો અમને મત આપવાના હોય, તેમને વિનંતીકે તેઓ twitter અને facebook પર પણ અમને ટેકો આપે
.
વિનંતી - આ જાહેરખબર બે વખત વાંચવી, વિડીઓ જોવા, આને કાપી રાખવી, ઝેરોક્ષ સહુને આપો, જમ્બો ઝેરોક્ષ ચોંટાડવા વિનંતી, whatsapp પર સહુને મોકલવી
.